દરેક જગ્યામાં ૧ થી ૩ મેરીટમાં આવતા ઉમેદવારે તા.૧૫/૦૫/૨૦૨૬ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ - સાવરકુંડલાની કાર્યાલય પર સવારે ૯:૩૦ કલાકે અસલ પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે ફરજીયાત હાજર રહેવું .
નોંધ: આન્સર કી અંગે કોઈ પ્રશ્ન હોય તો પ્રમાણભૂત આધારો સાથે નિયમાનુસાર કોલેજના ઈ-મેઈલ પર સમય મર્યાદામાં એટલે કે ૨૪ કલાકમાં જાણ કરવા વિનંતી છે. સમય થતા આપને કાઈ કહેવાનું થતું નથી એવું માની પસંદગી પ્રક્રિયા આગળ ચાલશે. આભાર.
અમારી કોલેજમાં બિન શૈક્ષણિક વર્ગ-3ની જગ્યાની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ પરીક્ષા લેવાની છે. જે પ્રિલીમ પરીક્ષા ગણાય છે. આ પરીક્ષાની અંદાજિત તારીખ ૧3/૦૩/૨૦૨૬ થી તારીખ ૧૫/૦૩/૨૦૨૬ સુધીમાં યોજાઈ શકે છે. તેની તમામ અરજી કરનારાએ ખાસ નોંધ લેવા વિનંતી છે.
નોંધ : સમયપત્રક,કોલ લેટર વિશે આપને હવે પછીથી જાણ કરવામાં આવશે. તેના માટે આ કોલેજની વેબસાઈટ જોતા રહેવી.